
મોડાસા ખાતે ૧૦૩ વિકલાંગોને વ્હીલચેર સહિતના સાધનોનું વિતરણ - DIVYA BHASKER - HIMATNAGAR- 15/11/2011.
મોડાસા દર્શુકેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદના અનુદાનથી વિકલાંગોને હલન-ચલનના સાધનો વિતરણનો કાર્યક્રમ મોડાસા ખાતે રાખવામાં આવ્યો હતો. જે ૧૦૩ વિકલાંગો વિવિધ સાધનો આપવામાં આવ્યા હતા. સાબરકાંઠા ફિઝીકલી હેન્ડીકેપ્ટ વેલ્ફર મંડળ બુટાલ આયોજીત આ કાર્યક્રમમાં દર્શુકેર ટ્રસ્ટના બાબુલાલ ચુનીલાલ શાહે ઉપસ્થિત રહી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલ લાભાર્થી વિકલાંગોને વિના મૂલ્યે હલન-ચલનના સાધનોનું વિતરણ કર્યું હતું. જેમાં ૩૪ ટ્રાઈસિકલ, ૨૨ વ્હીલચેર, ૧૨ ગ્રાઉન્ડ મોબબીલીટી, ૩૭ જોડ બગલઘોડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શાળા નં-૧માં યોજાયેલ આ વિતરણ કાર્યક્રમમાં એડવોકેટ હિરાભાઇ પટેલ, ભાવેશભાઇ જયસ્વાલ, કર્મા કોમ્પ્યુટરના અંકુરભાઇ ભાવસાર, પાલિકા પ્રમુખ શૈલેષભાઇ ભોઈ, નિલેશભાઇ જોષી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રાા હતા.કાર્યક્રમને સફળ બનાવવા સાબરકાંઠા ફિજીકલી હેન્ડીકેપ્ટ વેલ્ફર મંડળના પ્રમુખ પ્રકાશકુમાર જોષી, મંત્રી વિનોદચંદ્ર પટેલ, ઉપપ્રમુખ કરશનદાસ પટેલ, રમત ગમત મંત્રી વિજય રાણા, જીiોશ ભટ્ટ સહિતે ભારે જહેમત ઉઠાવી હતી.







